ભરૂચ: ચાંચવેલ ગામના વિદ્યાર્થીઓ અનિયમિત બસ સેવાથી મુશ્કેલીમાં, ડેપો મેનેજરને કરવામાં આવી રજુઆત

ભરૂચના ચાંચવેલ ગામના 35 થી વધુ વિદ્યાર્થીઓએ ભરૂચ એસટી ડેપો મેનેજરને રજૂઆત કરી નિયમિત બસ સેવા આપવાની માંગણી કરી હતી.

New Update
  • ભરૂચના ચાંચવેલ ગામના વિદ્યાર્થીઓનો પ્રશ્ન

  • અનિયમિત બસ સેવાના કારણે મુશ્કેલી

  • ડેપો મેનેજરને કરવામાં આવી રજુઆત

  • પ્રશ્નના નિરાકરણની માંગ કરાય

  • માંગ ન સંતોષાય તો ભૂખ હડતાલની ચીમકી

ભરૂચના ચાંચવેલ ગામના 35 થી વધુ વિદ્યાર્થીઓએ ભરૂચ એસટી ડેપો મેનેજરને રજૂઆત કરી નિયમિત બસ સેવા આપવાની માંગણી કરી હતી.
ભરૂચના ચાચેવલ ગામના 35થી વધુ વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી હતી જેમાં તેમણે દૈનિક પરિવહનની સમસ્યાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ દરરોજ ભણવા ગામથી બહાર જતા હોય છે પરંતુ  બસની નિયમિતતાના અભાવે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વિદ્યાર્થીઓનો દાવો છે કે આ પરિવહન સમસ્યાના કારણે તેમના ભણતર ઉપર સીધી અસર પડી રહી છે અને શિક્ષણમાં વિક્ષેપ ઉભો થયો છે. વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે, જો આવનારા 7 દિવસમાં તેઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ન્યાયિક અધિકાર હેઠળ ભૂખ હડતાળ અથવા ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે
Latest Stories