New Update
/connect-gujarat/media/media_files/2025/02/05/yRmxHTXr4P4XoIxHuMqn.jpg)
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામની નવી નગરીમાં રહેતી રેખાબેન સતીશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે.બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૬૩ નંગ બોટલ મળી કુલ ૨૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર રેખાબેન વસાવાને ઝડપી પાડી હતી અને તેની પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા આપી ગયો હોવાનું જણાવ્યું હતું પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories