New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કરી રેઇડ
લક્ઝ્યુરિયસ કારમાંથી દારૂ ઝડપી પાડ્યો
રૂ.8.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
કારચાલકની ધરપકડ
ભરૂચ એલસીબીએ નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી એસ.યુ.વી.લક્ઝુરિયર્સ કારમાંથી 1.24 લાખના વિદેશી દારૂ સહિત એક ઇસમને 8.47 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
રાજ્યમાં VVIP મુવમેન્ટ તથા વર્તમાન દિવાળી વેકેશનને ધ્યાનમાં લઇ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ એલસીબીના પી.આઈ.એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ .ડી.એ.તુવર સહિત ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કોફી કલરની XUV કાર નંબર- GJ-21-BC-7153માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને તે ઝઘડીયા તરફથી અંકલેશ્વર તરફ આવે છે.જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બ્રીજ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 792 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 1.24 લાખનો દારૂ અને 7 લાખની કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ 8.47 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને કામરેજના કઠોદરા ગામના જુના કોળીવાડમાં રહેતો નીતીન સતીષભાઇ પાટણવાડીયાને ઝડપી પાડ્યો હતો.જ્યારે ઓલપાડના દિવ્યેશ ઉર્ફે દેવો મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Latest Stories