અંકલેશ્વર: આમલાખાડી નજીકના તળાવમાંથી મગર પાંજરે પુરાયો, સ્થાનિકોને હાશકારો

અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી પાસેના તળાવમાંથી મગર પકડાયો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થયો હતો

New Update
  • અંકલેશ્વર નજીક આમલાખાડી નજીકનો બનાવ

  • તળાવમાંથી મગર પાંજરે પુરાયો

  • મગર નજરે પડતા વનવિભાગે ગોઠવ્યું હતું પાંજરું

  • મગરનું તબીબી પરીક્ષણ કરાયુ

  • સુરક્ષિત જગ્યાએ છોડી મુકવા તજવીજ શરૂ કરાય

અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી પાસેના તળાવમાંથી મગર પકડાયો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થયો હતો

અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે તળાવોમાં પણ મગર જોવા મળી રહ્યા છે.અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી પાસેના એક તળાવમાં તાજેતરમાં જ મગર નજરે પડ્યો હતો જેના પગલે આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.આ અંગેની જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મગરને પકડવા માટે તળાવ પર પાંજરું ગોઠવ્યું હતું.

આજરોજ સવારના સમયે આ પાંજરામાં મગર કેદ થયો હતો. સ્થાનિકોએ આ અંગેની જાણ વન વિભાગના અધિકારીઓને કરી હતી જેના પગલે વન વિભાગના અધિકારીઓએ આવી મગરનો કબજો મેળવ્યો હતો અને તેનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું.વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે.

Latest Stories