અંકલેશ્વર: સારંગપુર ગામ નજીક અમરાવતી નદીમાં મગર નજરે ચઢ્યો, ગ્રામજનોમાં ફફડાટ

ખાડીમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.સ્થાનિકોએ મગરનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ  કર્યો હતો જે હાલ વાયરલ થઈ રહ્યો છે. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવી છે

New Update
અંકલેશ્વરના  સારંગપુર ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી નદીમાં મગર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વર પંથક દીપડા અને મગરોનું અભયારણ્ય હોય એમ નદી-નાળા અને તળાવોમાં મગરો જોવા મળે છે ત્યારે આજરોજ અંકલેશ્વરની સારંગપુર ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી નદીમાં મગર નજરે પડ્યો હતો.
Advertisment
ખાડીમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.સ્થાનિકોએ મગરનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ  કર્યો હતો જે હાલ વાયરલ થઈ રહ્યો છે.આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરા મુકવાની કવાયત હાથ ધરવમાં આવી છે.આ અગાઉ પણ ચોમાસાના સમયમાં અમરાવતી નદીમાં વરસાદી પાણીમાં મગર ખેંચાઈ આવ્યો હતો.
Advertisment
Latest Stories