અંકલેશ્વર: ચોરની અફવા વચ્ચે કસ્બાતીવાડમાં લોકોના ટોળા એકત્રિત થયા, તપાસના અંતે કોઈ જ શંકાસ્પદ ગતિવિધિ ન જણાય

ચોરોની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવા દ્રશ્યો ગતરોજ અંકલેશ્વર શહેરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવા વચ્ચે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા

New Update
Kasbativad
Advertisment
અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવાના કારણે લોક ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારે પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતા અંતે કંઈ જ ન નીકળતા મામલો થાળે પડ્યો હતો
અંકલેશ્વર શહેર અને પંથકમાં છેલ્લા ઘણા સમયથી ચોરોની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવા દ્રશ્યો ગતરોજ અંકલેશ્વર શહેરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવા વચ્ચે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.
ચોરની અફવા ઉડતા આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પણ આ વિસ્તારમાં પહોંચ્યો હતો અને તપાસ  કરી હતી જોકે પોલીસ અને લોકોની તપાસમાં કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ બહાર આવી ન હતી. જેના કારણે લોકો પરત ઘરે ફર્યા હતા. જોકે એક સમયે વાતાવરણમાં તંગ દિલી ફેલાઈ હતી ત્યારે આ બાબતે પોલીસે લોકોને ગેરમાર્ગે ન દોરાય શાંતિ જાળવવા અપીલ કરી છે.
Latest Stories