-
અંકલેશ્વરનું ગૌરવ
-
ગડખોલની દીકરીએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો
-
પિતા કરે છે કડીયા કામ
-
બેચલર ઓફ સાયન્સમાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો
-
ભવિષ્યમાં પી.એચ.ડી.કરવાનું સ્વપ્ન
અથાગ પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી હોતો.આ ઉક્તિને અંકલેશ્વરની એક વિદ્યાર્થીનીએ સાર્થક કરી બતાવી છે. અંકલેશ્વરના ગડખોલમાં રહેતા નિમેષ મિસ્ત્રીની પુત્રી નેહલ મિસ્ત્રીએ બેચલર ઓફ સાયન્સમાં કેમેસ્ટ્રી વિષયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. યુનિવર્સિટીના 2500 વિદ્યાર્થીઓમાંથી તેનો પ્રથમ ક્રમ આવ્યો છે. નેહલ મિસ્ત્રીના પિતા મિનેશ મિસ્ત્રી કડિયા કામ કરે છે જ્યારે તેની માતા અને દાદી પણ શ્રમયોગી છે. અત્યંત સામાન્ય પરિવારની દીકરીએ સમગ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર સહિત અંકલેશ્વરનું નામ પણ રોશન કર્યું છે.
તારીખ સાતમી એપ્રિલ 2025ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મીનલ મિસ્ત્રીને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. તેણે બેચલર ઓફ સાયન્સ કેમેસ્ટ્રીમાં 9.2 CGPA પ્રાપ્ત કર્યા છે અને હાલ તે MSCનો અભ્યાસ કરી રહી છે.ભવિષ્યમાં નેહલ પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી પ્રોફેસર બનવા માંગે છે અને તેના જ્ઞાનનું ભાથું અન્ય વિદ્યાર્થીઓને પણ આપવા માંગે છે.