અંકલેશ્વર : વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત જિલ્લા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • વિકાસ સપ્તાહ-2025ની ઉજવણી

  • યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ

  • અંકલેશ્વરમાં યોજાયો સમારંભનો કાર્યક્રમ

  • મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી કર્યું સંબોધન

  • યુવાનોને રોજગાર લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત જિલ્લા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતેના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત જિલ્લા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા,ભરૂચ નિવાસી કલેકટર એન.આર.ધાંધલ,ભરૂચ રોજગાર કચેરીના અધિકારીઓ,અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના અધિકારીઓ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વર્ચ્યુઅલી સંબોધન કરવામાં આવ્યું હતું,અને રોજગાર લક્ષી બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં આ કાર્યક્રમમાં યુવાનોને રોજગાર પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.

Latest Stories