અંકલેશ્વર : પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ ખાતે દિવાળી પૂજન કરાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ ખાતે દિવાળીના પાવન અવસરે લક્ષ્મીપૂજન સહિત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • પ્રકાશના પર્વ દિવાળીની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરાય

  • પાવન પર્વ પર ચોપડા પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

  • પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસમાં પૂજા યોજાય

  • ભગવાનની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • કંપનીના એમડીડિરેક્ટર સહિત કર્મચારીગણ રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ ખાતે દિવાળીના પાવન અવસરે લક્ષ્મીપૂજન સહિત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રકાશના પર્વ દિવાળીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીના તહેવારોમાં લક્ષ્મીપૂજનનો અનેરો મહિમા રહ્યો છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલીની પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ ખાતે દીપોત્સવ પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લક્ષ્મી પૂજન સહિત ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર કરણ જોલીસાક્ષી જોલીકંપની ડિરેક્ટર અનુરીત જોલીસિદ્ધાર્થ રઘુવંશી અને યુસીકા જોલી સહિત મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories