New Update
/connect-gujarat/media/media_files/2025/03/03/3LEaJbEtZhsBjYnyh7p5.jpg)
અંકલેશ્વર વાલિયા માર્ગની નવીનીકરણની ચાલી રહેલ કામગીરી દરમ્યાન મિટીરીલ નાંખવા ગયેલ હાઈવા ટ્રક ઉપરથી પસાર થઈ વીજ કંપનીની હાઈટેન્શન લાઇનને અડી જતા ચાલકને વીજ કરંટ લાગ્યો હતો.
અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરી ચાલી રહી છે ત્યારે કોંઢ ગામ પાસે મટીરીયલ નાખવા આવેલ હાઈવા ટ્રક ચાલકની લાપરવાહી સામે આવી હતી.હાઈવા ટ્રક ચાલકે જેવું હાઇડ્રોલિક ઊંચું કરતા ઉપરથી પસાર થઈ વીજ કંપનીની હાઈટેન્શન લાઈનનો જોરદાર વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો.વીજ કરંટનો એવો ઝટકો હતો કે હાઈવા ટ્રકના ટાયરના પણ ફૂડચે ફૂડચા ઉડી ગયા હતા.આ ઘટનામાં દાઝી ગયેલ ટ્રકચાલકને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદ વડે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ માર્ગ ઉપર કામગીરી ચાલી રહી છે તેવામાં વીજ કંપનીના કર્મચારીઓએ અનેકવાર કોન્ટ્રાક્ટર અને સુપર વાઇઝરનું ધ્યાન દોરવા છતાં કોન્ટ્રાક્ટરના માણસોની લાપરવાહીને પગલે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
Latest Stories