અંકલેશ્વર:NH 48 પર ટેન્કરમાંથી જ ડ્રાઈવરનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ

મૃતદેહ પર ઈજાના કેટલાક નિશાન જોવા મળ્યા હતા.તો સાથે જ ડ્રાઇવર પાસે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ થોડી દૂરથી મળી આવ્યા મૃતકનું નામ હોરીલાલ યાદવ છે

New Update
  • અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેનો બનાવ

  • ટેન્કર ચાલકનો મૃતદેહ મળી આવ્યો

  • ટેન્કરમાંથી જ ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો

  • હત્યાની આશંકા વચ્ચે પોલીસે તપાસ શરૂ કરી

  • 24 કલાકથી ટેન્કર એક જ જગ્યાએ રહેતા મૃતદેહ અંગે થઈ જાણ

Advertisment
અંકલેશ્વરની NH 48 પર યુપીએલ-1 કંપની પાસેથી ટેન્કરમાંથી ચાલકનો મૃતદેહ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાની આશંકા સાથે  તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વરમાંથી ટેન્કરમાંથી જ ટેન્કર ડ્રાઇવરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વલસાડથી અંકલેશ્વર આવેલ ટેન્કરના ચાલકે અંકલેશ્વર નજીક NH 48 પર યુપીએલ-1 કંપની પાસે અંકલેશ્વરથી ભરૂચના સર્વિસ રોડ ઉપર વાહન પાર્ક કર્યું હતું.ત્યાર બાદ 24 કલાકથી ટેન્કર એક જ પરિસ્થિતિમાં રહેતા સ્થનિકોએ પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર બી ડિવિઝન અને ભરૂચ એલસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી.અને તપાસ કરતા ચાલકનો મૃતદેહ કેબિનમાંથી મળી આવ્યો હતો.પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી.
Advertisment
જેમાં મૃતદેહ પર ઈજાના કેટલાક નિશાન જોવા મળ્યા હતા.તો સાથે જ ડ્રાઇવર પાસે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ થોડી દૂરથી મળી આવ્યા હતા. જેમાં મૃતકનું નામ હોરીલાલ યાદવ અને તે ઉત્તરપ્રદેશ તરફનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.ત્યારે પોલીસે હત્યાની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Advertisment
Latest Stories