અંકલેશ્વર: પટેલ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજ્યું હોવાના પરિવારજનોના આક્ષેપ !

અંકલેશ્વર શહેરમાં આવેલ પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા છે.

New Update
  • અંકલેશ્વર શહેરમાં આવેલી છે હોસ્પિટલ

  • પટેલ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો વિવાદ 

  • બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ

  • પરિવારજનોએ હોબાળો મચાવ્યો

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર શહેરમાં આવેલ પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા છે.
અંકલેશ્વરના ભડકોદ્રા ગામમાં આવેલી શ્યામ વિલા સોસાયટીમાં રહેતા 53 વર્ષીય ઉદ્ધવ મહાપાત્રેને શ્વાસ લેવામાં તકલીફ જણાતા તેઓને ગતરોજ અંકલેશ્વર શહેરમાં આવેલ પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જોકે મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું.આ અંગે દર્દીના પુત્ર શુભમ મહાપાત્રેના જણાવ્યા અનુસાર જ્યારે તેમના પિતાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા ત્યારે તેમની તબિયત સારી હતી પરંતુ તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા તે સહિતની જાણ પરિવારજનોને તબીબો દ્વારા કરવામાં આવી ન હતી અને મોડી રાત્રે તેઓનું મોત નીપજયું હોવાની જાણ કરવામાં આવી છે ત્યારે તબીબોની બેદરકારીના કારણે તેઓનું મોત નીપજ્યું છે.
આ તરફ આક્ષેપ અંગે હોસ્પિટલના તબિયત ડોક્ટર લોકેશ ચાવલાએ જણાવ્યું હતું કે દર્દીને એડમિટ કર્યા ત્યારે જ તેમની કન્ડિશન ક્રિટિકલ હતી. દર્દીના બંને ફેફસા ખરાબ હતા અને બાદમાં હૃદયે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું જેના પગલે તેઓનું મોત નિપજ્યું છે.
આ મામલે પરિવારજનો દ્વારા અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી અરજી આપવામાં આવી હતી જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસે મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કવાયત શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Latest Stories