New Update
દક્ષિણ ગુજરાતના ખેડૂતોની બેઠક
મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે બેઠક યોજાઇ
નહેરમાં પાણી પુરવઠા અંગે રજુઆત
90 દિવસ પાણી બંધ ન રાખવા રજુઆત કરાય
ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની મંત્રીની ખાતરી
દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા ઇશ્વરસિંહ પટેલ સાથે બેઠક કરી ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ પાણી પુરવઠો બંધ ન રાખવા રજુઆત કરી હતી
દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે હાંસોટની પંડવાઈ સુગર ફેકટરી ખાતે બેઠક કરવામાં આવી હતી જેમાં તેઓએ મંત્રીને જુઆત કરીને ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ સુધી પાણી પુરવઠો બંધ ન રાખવા વિનંતી કરવામાં આવી છે.ખેડૂતોનું કહેવું છે કે તાજેતરના કમોસમી વરસાદના કારણે તેમની પાકને મોટું નુકસાન થયું છે. હવે જો નહેરમાં 90 દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે તો ખેતરોમાં સિંચાઈ માટે પાણી ન મળતાં ત્રણ પાકોને નુકસાન થવાની ગંભીર શક્યતા છે.ખેડૂતો દ્વારા રજૂઆતમાં માગણી કરવામાં આવી છે કે નહેરના સમારકામનું કામકાજ આ વર્ષે બંધ રાખીને આવતા વર્ષે કરવામાં આવે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય.જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી.
આ અંગે જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા નહેરમાં પાણી પુરવઠા અંગેની રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરીને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા તા. 1 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી દરમિયાન નહેરના સમારકામ માટે પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જે બાબતે ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
Latest Stories