અંકલેશ્વર: પ્રતિન ચોકડી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ, 8-10 ઝુંપડા આગમાં બળીને ખાક !

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી 

New Update
  • અંકલેશ્વરમાં ફરીનેકવાર આગનો બનાવ

  • પ્રતિન ચોકડી વિસ્તારમાં અગ ફાટી નિકળી

  • ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નિકળતા દોડધામ

  • 8-10 ઝુંપડા આગમાં બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી 
અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બેક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે દોડધામ મચી જવા પામી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 8થી10 ઝુપડા આગમાં બળીને ખાક થઈ ગયા હતા.સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા અંકલેશ્વર ડીપીએમસી ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.આ તરફ શ્રમજીવી પરિવારનો ઘરવખરીનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો.આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી.
Advertisment
Latest Stories