અંકલેશ્વર: કાપોદ્રા પાટીયા નજીક લાકડાની કેબિનમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કાપોદ્રા પાટીયા નજીક લાકડાની કેબીનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

New Update
  • અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીકનો બનાવ

  • લાકડાની કેબિનમાં આગ 

  • સમગ્ર કેબિન આગમાં બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

  • આગ લગાડવામાં આવી હોવાનું અનુમાન

અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કાપોદ્રા પાટીયા નજીક લાકડાની કેબીનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. ગતરોજ મોડી રાત્રિના સમયે અંકલેશ્વરથી વાલીયાને જોડતા મુખ્ય માર્ગ પર કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા પાસે લાકડાની કેબીનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરી હતી.જેના પગલે ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ આ કેબિનની બાજુમાં રહેલ અન્ય કેબિનમાં પણ આગ ફાટી નીકળી હતી ત્યારે કોઈક ઈસમો દ્વારા કેબિનમાં આગ લગાવવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.