અંકલેશ્વર: પાનોલીમાં નહેરના પાણીમાં ડૂબી રહેલ 2 લોકોનો ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જીવ બચાવ્યો

પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારી ધર્મેન્દ્ર હાડા અને અન્ય કર્મચારી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓએ નહેરમાં ડૂબતા બે લોકોને જોયા હતા આથી તેઓએ ડૂબતાં લોકોનો જીવ બચાવી લીધો

New Update
Ankleshwar Fire Fighters Rescue
Advertisment
અંકલેશ્વરના પાનોલીમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ડૂબતા બે લોકોનો પાનોલી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ જીવ બચાવ્યો હતો. અંકલેશ્વરના પાનોલીમાંથી ઉકાઈ જળાશય યોજનાની જમણા કાંઠાની નહેર પસાર થાય છે. આજરોજ બપોરના સમયે આ નહેરમાં બે લોકો ડૂબી રહ્યા હતા.
Advertisment
આ દરમિયાન નોકરી પૂર્ણ કરી  તાત્કાલિક ડૂબી રહેલા બે વ્યક્તિઓને બચાવવા માટે નહેરમાં પાણીમાં છલાંગ લગાવી દીધી હતી અને ભારે જહેમતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંનેનો જીવ બચાવ્યો હતો.
Latest Stories