અંકલેશ્વર: GIDCમાં ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલ વેનમાં આગ, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલી વેનમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

New Update
fire in van

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા નજીક પાંચ દુકાનોમાં આગ લાગવાની ઘટના બન્યા બાદ હવે અંકલેશ્વર જીઆઇડીસીમાં કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલી સી.એન.જી. વેનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ દ્રશ્યો જોતા જ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતા ટેન્કરમાંથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો.

સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પાર્ક કરેલી વાનમાં અચાનક આગ કેવી રીતે ફાટી નીકળી તે હજી સુધી જાણવા મળી શક્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળજાળ ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે.

Latest Stories