અંકલેશ્વર : નેશનલ હાઈવે મુલદ ટોલ પ્લાઝા પર બેરીયર તોડવાની ઘટનામાં પાંચ ટ્રક ચાલકોની ધરપકડ,પોલીસે કાઢ્યું સરઘસ

ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાની ઘટનામાં પોલીસે પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરીને ટ્રક પણ જપ્ત કરી હતી,જ્યારે પોલીસે બેફામ બનેલા ટ્રક ચાલકોનું સરઘસ કાઢીને તેઓની સાન ઠેકાણે લાવી

New Update
  • ભરૂચ નજીક NH 48નો ટોલ પ્લાઝાનો મામલો

  • મુલદ ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકોએ કરી હતી માફિયાગીરી

  • બેરીયર તોડી નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ બન્યા હતા

  • અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પાંચ ટ્રક ચાલકોની કરી ધરપકડ

  • પોલીસે ઠાકર ધણી લખેલા ટ્રક પણ કર્યા જપ્ત

  • આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી સાન ઠેકાણે કરતી પોલીસ

  • ટ્રક ચાલકોની તુમાખી ઉતરતા જ માફી માંગી કરી કાકલુદી  

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાની ઘટનામાં પોલીસે પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરીને ટ્રક પણ જપ્ત કરી હતી,જ્યારે પોલીસે બેફામ બનેલા ટ્રક ચાલકોનું સરઘસ કાઢીને તેઓની સાન ઠેકાણે લાવી દીધી હતી.

ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના 20 દિવસમાં 4 બનાવ સામે આવ્યા હતા. જેના પગલે પોલીસ એકશનમાં આવી હતી.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મુલદ ટોલ પ્લાઝા પર ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી.જેમાં એક મહિલા કર્મચારી  બેફામ ટ્રક ચાલકોને રોકવા આવી હતી.જોકે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઇ ગયો હતો.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ મામલામાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સહદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. 

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આ ઘટનામાં પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરી હતી,અને ચાર વાહનો જપ્ત કર્યા હતા,ઉપરાંત બેફામ બનેલા ટ્રક ચાલકોની સાન ઠેકાણે લાવવા માટે તેઓનું ટોલ પ્લાઝા ખાતે સરઘસ પણ કાઢ્યું હતું,આ દરમિયાન ટ્રક ચાલકોએ પોલીસ સમક્ષ તેઓની ભૂલ થઈ ગઈ માફ કરી દેવા માટે કાકલુદી કરતા નજરે પડ્યા હતા. અને ટોલ પ્લાઝાની કમર્ચારી યુવતી સમક્ષ પણ હાથ જોડીને માફી માંગી હતી.

Latest Stories