New Update
-
અંકલેશ્વરના ખરોડ ગામનો બનાવ
-
ખરોડ ગામની સીમમાં દીપડો પાંજરે પુરાયો
-
વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું પાંજરૂ
-
ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો
-
એક મહિનામાં બીજીવાર દીપડો પાંજરે પુરાયો
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં વન વિભાગે મુકેલ પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં જંગલ વિસ્તાર હોવાથી જંગલી પ્રાણીઓ અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે ગામની સીમમાં શિકારની શોધમાં આવી ચઢેલ દીપડો ગ્રામજનો અને ખેડૂતોની નજરે પડ્યો હતો જે અંગે સ્થાનિકોએ અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.તે દરમિયાન આજરોજ વહેલી સવારે પાંજરામાં મારણનું શિકાર કરવામાં આવેલ દીપડો પાંજરે પુરાયો હતો.આ અંગેની જાણ થતા વન વિભાગની ટીમે તેને પકડી જંગલ વિસ્તારમાં સુરક્ષિત મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એક મહિલા પહેલા પણ આ જ ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો હતો.
Latest Stories