New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
શારદા ભવન ખાતે આયોજન કરાયું
વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
નગરપાલિકાના કર્મચારીઓ માટે આયોજન
આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરના શારદા ભવન ખાતે ONGC અને કાકા બા હોસ્પિટલના સહયોગથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વાચ્છોત્સવ નિમિત્તે નગર પાલિકાના કર્મચારીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે સ્વચ્છોત્સવ અંતર્ગત સ્વચ્છતા હી સેવા નિમિત્તે ONGC અંકલેશ્વર અને કાકા બા હોસ્પિટલ હાંસોટના ઉપક્રમે અંકલેશ્વર નગર પાલિકાના કર્મચારીઓ માટે વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કેમ્પમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી.કેમ્પમાં ઓર્થોપેડિક, આંખ,દાંત સહિતના રોગોનું સારવાર આપી નિદાન કરવામાં આવ્યું હતું.આ કેમ્પનો પાલિકાના કર્મચારીઓએ લાભ લીધો હતો.આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories