અંકલેશ્વર:GIDCની નાકોડા કંપનીમાં ચાલતુ જુગારધામ ઝડપાયું, 21 જુગારીઓ ઝડપાયા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે નાકોડા પ્રોડક્ટ કંપનીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 21 જુગારીયાઓને  58 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા 

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના દરોડા

  • નાકોડા કંપનીમાં ચાલતુ હતું જુગારધામ

  • 21 જુગારીઓની ધરપકડ

  • 58 હજારનો મુદ્દામાલ જપ્ત

  • કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે નાકોડા પ્રોડક્ટ કંપનીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 21 જુગારીયાઓને  58 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં બંધ પડેલ નાકોડા પ્રોડક્ટ કંપનીના ખુલ્લી જગ્યામાં મિથુન અર્જુન મંડલ અન્ય માણસોને બોલાવી જુગાર રમાડે છે.જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 58 હજારથી વધુના મુદ્દામાલ સાથે કંપનીના રૂમમાં રહેતો મુખ્ય સૂત્રધાર મિથુન અર્જુન મંડલ, વિકાસકુમાર રામજી મંડલ,અમનકુમાર બીપીન મંડલ,બાસુકીકુમાર કપિલદેવ મંડલ, રિતેશકુમાર પ્રકાશ મંડલ અને રાજેશકુમાર ગોલ્ટી મંડલ,સુશીલ પ્રકાશ મંડલ,સુનિલ લક્ષ્મણ મંડલ સહિત 21 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
Latest Stories