અંકલેશ્વર ગણેશ સમિતિની ઉગ્ર રજુઆત, R&Bના અધિકારીને રોડ પર લઈ જઈ બિસ્માર માર્ગ બતાવાયો

અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શહેરના બિસ્માર માર્ગો બાબતે માર્ગ અને મકાન વિભાગમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ અધિકારીને સ્થળ પર લઈ જઈ પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે.

New Update

અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શહેરના બિસ્માર માર્ગો બાબતે માર્ગ અને મકાન વિભાગમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ અધિકારીને સ્થળ પર લઈ જઈ પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે.

દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના વિવિધ માર્ગો બિસ્માર બનતા ગણેશજીની શોભાયાત્રામાં વિઘ્ન ઉભું થઈ શકે છે ત્યારે થોડા દિવસ અગાઉ અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર પાઠવી બિસ્માર માર્ગોના સમારકામની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો કે કોઈ જ કામગીરી ન થતા આજરોજ  ગણેશ સમિતિના આગેવાનો અને સભ્યો માર્ગ અને મકાન વિભાગની ભરૂચીનાકા સ્થિત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. આગેવા દ્વારા કચેરીના અધિકારીને સ્થળ પર લઈ જઈ સાચી પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા આવનારા બે દિવસોમાં માર્ગના સમારકામની ખાતરી આપવામાં આવી છે
#Ankelshwar #Ankleshwar Ganesh Committee #CGNews #dilapidated roads #Protest #Ganesh Mahotsav
Here are a few more articles:
Read the Next Article