New Update
અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય દ્વારા નેતૃત્વ અને કોમ્યુનિકેશન માટે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ સંચલિત ગટ્ટુ વિદ્યાલય દ્વારા આજરોજ ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે નેતૃત્વ અને કોમ્યુનિકેશન માટે પરિસંવાદ યોજાઓ હતો.રોટરી યુથ લીડરશિપ એવોર્ડના આ કાર્યક્રમમાં નેશનલ લેવલ ટ્રેનર કિંજલ શાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સુનીલ નેગી,વાલકેશ પટેલ,મોના શાહ તેમજ પ્રોજેક્ટ ચેરમેન પ્રણવ બ્રહ્મભટ્ટએ દ્વારા નેતૃત્વના ગુણો,સફળ નેતૃત્વ વિશે માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં શાળાના આચાર્યા ડૉ અંશુ તિવારી, ઉપાચાર્ય પ્રકાશ લાડ,સી.બી.એસ.ઇ વિભાગના ઉપાચાર્ય સુષ્મા ચૌધરી અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.રોટરી ક્લબ દ્વારા શાળાને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.
Latest Stories