New Update
-
અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભા યોજાય
-
એજન્ડા પરના 74 કામોને અપાય મંજૂરી
-
વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂરી અપાય
-
પ્રજાલક્ષી એકપણ કામોનો સમાવેશ ન કર્યો હોવાનો વિપક્ષનો આક્ષેપ
-
ચૌટાનાકા પર રાજપૂત સમાજ દ્વારા સ્ટેચ્યુ મુકાશે
અંકલેશ્વર પાલિકા સભાખંડ ખાતે આગામી બજેટને અનુલક્ષીને વાર્ષિક ભાવો અને ખર્ચ મંજુર કરવા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એજન્ડા પરના 74 કામોને મંજુરી આપવામાં આવી હતી
અંકલેશ્વર પાલિકા કચેરી સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ક્વાર્ટરલી જનરલ બોર્ડ મીટીંગ યોજાઈ હતી. ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને સભ્યોની હજારીમાં બોર્ડ મીટીંગ મળી હતી. બેઠકના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ તેમજ મહાકુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુને શ્રદ્ધાસુમન અર્પણ કરી મૌન પાળવામાં આવ્યું હતું. કુલ 74 જેટલા એજન્ડાના કામો સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યા હતા.
જેમાં વિપક્ષના વિરોધ, સુધારા વચ્ચે 15 જેટલા કામ બહુમતી જયારે અન્ય કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.આ અંગે વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બેઠકમાં એકપણ પ્રજાલક્ષી કામો નથી માત્ર હિસાબ અને ખર્ચના કામો સાથે વાર્ષિક ભાવોના કામો હતા.જે કામ બજેટ બોર્ડ માં લેવાના હતા એ કામ બજેટ પહેલાની બોર્ડમાં લેવામાં આવ્યા છે.
તો આ તરફ નગરપાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતે જણાવ્યું હતું કે સામાન્ય સભામાં કુલ 76 કામો બહુમતી અને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા છે.અગત્યની બે જાહેરાત રૂપે સેફરોનથી નીલકંઠ વિલા સુધીના માર્ગનું નામાભિકરણ કરી મોઢેશ્વરી માર્ગ જાહેર કરવામાં આવ્યો છે. તો ચૌટા નાકા પર હવે રાજપૂત સમાજ દ્વારા સ્ટેચ્યુ મુકવાની જાહેરાત કરવામાં આવી છે.
Latest Stories