New Update
/connect-gujarat/media/media_files/2026/02/11/gogoo-acsd-2026-02-11-15-56-05.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગાંજાના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોન પેપર ઝડપી પડવાના મામલામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.
ગત તારીખ-20મી ડિસેમ્બરના રોજ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર-48ની બાજુમાં આવેલ શિવમ રેસીડેન્સીના મકાન નંબર-A,31 માં રહેતો નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિ પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોનનો મોટો જથ્થો મકાનમાં સંતાડી રાખ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી રૂપિયા 5.62 લાખની કિંમતના ગોગો સ્મોકિંગ પેપરના 818 નંગ બોક્સ મળી આવ્યા હતા. પોલીસે બે મોબાઇલ અને ગોગો પેપર મળી કુલ 5.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિને ઝડપી પાડ્યા હતા.જ્યારે દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.તે દરમિયાન પોલીસે નવી નગરી સાંઈ શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા રાજારામ પ્રજાપતિને પીરામણ નાકા પાસેથી ઝડપી પાડ્યો હતો.
Latest Stories