અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા ગામમાં રહેતો જગદીશ બાબુલાલ કોસલારામ બિશ્નોઇને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

author-image
By Connect Gujarat Desk
New Update
Prohibition  Accused Arrest
ભરૂચ એલસીબીએ ગત તારીખ-૩૦મી ડીસેમ્બરના રોજ બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Advertisment
આ પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા ગામમાં રહેતો જગદીશ બાબુલાલ કોસલારામ બિશ્નોઇને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Latest Stories