New Update
/connect-gujarat/media/media_files/2025/06/20/gidc-2025-06-20-09-12-17.jpg)
અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનનો સ્ટાફ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમા હતા.
તે દરમ્યાન બાતમીના આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી કર્માતુર ચોકડી ખાતેથી એક થ્રી વ્હીલ ટેમ્પો નંબર GJ-16-Z-7513 મા શંકાસ્પદ એસ.એસ.ના પાઇપો તથા બોઇલર તથા ફલેન્ચના નાના મોટા ટુકડાઓ જેનુ વજન ૬૭૦ કિ.ગ્રા જેની કુલ કિ.રૂ.૧,૩૪,૦૦૦/- તથા અતુલ શકિત થ્રી વ્હીલ ટેમ્પો નંબર GJ-16-2-7513 કિ.રૂ.૧,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૨,૩૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસે કુકાવન રેવતાવન વન, રહે.રાજસ્થાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.