New Update
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગડખોલ ગામની ગિરનાર સોસાયટીની બાજુમાં પાનના ગલ્લા પાછળ ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરતા ઇસમને ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુંદર રેસિડેન્સી સામે ગિરનાર સોસાયટીની બાજુમાં પાનના ગલ્લા પાછળ ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ ચાલી રહ્યું છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી બે ગેસના સિલિન્ડર,રિફીલિંગ પાઇપ અને વજન કાંટો મળી કુલ 4 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને સુંદર રેસિડેન્સીમાં રહેતો અજિતકુમાર કુમોદરામ સિન્હાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories