અંકલેશ્વર: GIDC પોલીસે ચોરીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ, મીરાનગરમાં ચોરીના ગુનાને આપ્યો હતો અંજામ

અંકલેશ્વરના મીરાં નગરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી જી.આઈ.ડી.સી.પોલીસે આરોપીના દહેજ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તપાસ હાથ ધરી 

New Update
ss

અંકલેશ્વરના મીરાં નગરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી જી.આઈ.ડી.સી.પોલીસે આરોપીના દહેજ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તપાસ હાથ ધરી 

વર્ષ-૨૦૨૩માં અંકલેશ્વર સારંગપુર વિસ્તારમાં આવેલ બંસીઘર એપાર્ટમેન્ટ નાલંદા સ્કુલ પાસે મીરાં નગરમાં તસ્કરો ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.આ ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન દહેજ પોલીસે જોલવા ગામની ચોરીમાં સંડોવાયેલ અને દાહોદના લીમખેડા ગામના કંબોઇના શખ્સ કલ્પેશ બચું પરમારને ઝડપી તેની પુછપરછ કરતા તેણે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાની કબુલાત કરતા દહેજ પોલીસે જી.આઈ.ડી.સી.પોલીસનો સંપર્ક કરતા પોલીસે કલ્પેશ પરમારની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.