New Update
/connect-gujarat/media/media_files/2025/03/17/e82dMpcRn0inR9xUDMqT.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામના લક્ષ્મણ નગરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતા દુકાનદારને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણ નગરમાં કાલીમાતા મંદિર નજીક દુકાન પાછળના ભાગે ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કૌભાંડ ચાલી રહ્યું છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ગેસના ૩ સીલીન્ડ અને રીફીલીંગ તેમજ વજન કાંટો સહિતના મુદ્દામાલ સાથે લક્ષ્મણ નગરમાં રહેતો બક્ષીકુમાર રોશન ખત્રીને ઝડપી પાડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઇડીસીના પર પ્રાંતીય વિસ્તારોમાં ગેર કાયદેસર ગેસ રિફીલિંગનું કૌભાંડ મોટાપાયે ધમધમે છે જેમાં જોખમી રીતે મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરવામાં આવે છે. છેલ્લા એક માસમાં ગેર કાયદેસર ગેસ રિફીલિંગના 8થી વધુ બનાવ પોલીસ ચોપડે પણ નોંધાઇ ચુક્યા છે.
Latest Stories