New Update
/connect-gujarat/media/media_files/MZurZij6FQX89ir5UVIb.jpg)
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ડકારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.3.02 લાખની કિંમતના 17 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
આ સાથે જ મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર બી.એન.સગરે જણાવ્યું હતું કે સૌ પ્રથમ ગુગલ પરથીWWW.CEIR.GOV.INપર જવાનું જેમાં ગમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઇ.ડી.મળશે જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટ્સ ચેક કરી શકો છો.આજ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો.