અંકલેશ્વર: GIDC પોલીસે સુરત ખાતેથી ગુમ થયેલ માનસિક દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

અંકલેશ્વર GIDC પો.સ્ટે. ની ટીમ વાલીયા ચોકડી ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક બાળક આમ-તેમ આંટા ફેરા મારતો હોય જેથી એક જાગ્રુત નાગરીકે આ બાબતે

New Update
Screenshot_2025-02-25-07-35-50-24_439a3fec0400f8974d35eed09a31f914
અંકલેશ્વર GIDC પો.સ્ટે. ની ટીમ વાલીયા ચોકડી ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક બાળક આમ-તેમ આંટા ફેરા મારતો હોય જેથી એક જાગ્રુત નાગરીકે આ બાબતે પોલીસનું ધ્યાન દોરતા તેની પાસે જઈ નામ-ઠામ પુછતા પોતે નામ ઠામ જણાવતો ના હોય પરંતુ તેનાં હાથ પર એક મોબાઈલ નંબર લખેલો હતો.
Advertisment
જેના પર સંપર્ક કરતા આ બાળક માનસીક અસ્થીર હોવાનું અને સુરત શહેર ખાતેથી કોઇ રીતે અંકલેશ્વર પહોંચી ગયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બાળકને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન લઈ આવી તેની સાર-સંભાળ રાખવામાં આવેલા અને તેનાં વાલીનો સંપર્ક કરી બાળકને તેનાં પિતાને સોંપવામાં આવ્યો હતો.
Advertisment
Latest Stories