New Update
અંકલેશ્વર ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા દિવાળી પર્વ નિમિતે ફૂટપાથ પર વેપાર કરતા વેપારીઓને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરીને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી.
અંકલેશ્વરમાં સામાજિક કાર્યો થકી સેવાકીય ક્ષેત્રે પોતાનું દાયિત્વ નિભાવતા ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા વધુ એક સેવાની સુવાસ પ્રસરાવી હતી,શહેર વિસ્તારમાં ફૂટપાથ પર વેપાર કરતા વેપારીઓને ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી,
આ પ્રસંગે ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા,ભાવેશ વામજા, રાહુલ વામજા,મુકુંદ પટેલ,ધર્મેશ રાણા,ચિરાગ બારોટ સહિતના સભ્યો ઉપસ્થિત રહીને સેવામાં જોડાયા હતા.