-
આમોદના તણછા ગામ નજીક સર્જાયો અકસ્માત
-
એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત
-
અકસ્માત સર્જાતા 15થી વધુ લોકોને પહોચી ઇજા
-
ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડાયા
-
આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ આદરી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચના આમોદ તાલુકાના તણછા ગામ નજીક નેશનલ હાઇવે નં. 64 પર ભરૂચ તરફથી આમોદ તરફ જતી એસટી. બસ નં. GJ-18 Z 6594 અને આમોદ તરફથી આવતા ટ્રક નં. GJ-21 W 2873 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર અંદાજિત 40થી 50 મુસાફરોમાંથી 15થી 20 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી.
અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર-આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ઇજાગ્રસ્તો અને તેમના સગા-સંબંધીઓ સાથે મુલાકાત કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે કે, ટ્રક ચાલક દારૂ અથવા અન્ય કેફી પદાર્થના નશામાં હોવાનો શંકાસ્પદ આક્ષેપ પણ લોકોએ કર્યો હતો. તો બીજી તરફ, આમોદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.