New Update
અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ
ગુજરાત ગેસની લાઇનમાં ફરી ભંગાણ
નોટીફાઇડ એરિયાની કચેરી નજીક ભંગાણ
ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ
ટૂંકાગાળામાં ત્રીજી વાર ભંગાણ સર્જાયું
અંકલેશ્વર જીઆઇડીસી માં ફરી એકવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજરોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોટિફાઇડ એરીયા ઓથોરીટીની કચેરી નજીક ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે લાઈનમાંથી ગેસ વછૂટ્યો હતો.આ અંગેની જાણ કરાતાની સાથે જ ડી.પી.એમ.સી.ના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તો બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ પણ દોડી આવી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતુ.
અંકલેશ્વર જીઆઇડીસીમાં ખોદકામ દરમિયાન વારંવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાય છે જેના કારણે ગેસ પુરવઠો બાધિત બને છે.અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ નવમી ફેબ્રુઆરીના રોજ જીઆઇડીસીની ગોલ્ડન ચોકડી નજીક પણ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું તો તે અગાઉ 22મી જાન્યુઆરીના રોજ પણ ચાણક્ય વિદ્યાલય નજીક ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.
Latest Stories