New Update
અંકલેશ્વરમાં સામે આવ્યો બનાવ
બાકરોલ ગામ નજીક નહેરમાં રસાયણિક કચરો ઠલવાયો
લોકોના માથે જોખમ ઉભું કરાયુ
નહેરના પાણીમાં રહેલ જળચરોના મોત
જીપીસીબીએ તપાસ શરૂ કરી
અંકલેશ્વર શહેર અને જીઆઇડીસીના એક લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઉભું થતું કાવતરું સામે આવ્યું છે. ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ ગામ નજીકટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા જળચરોના ટપોટપ મોત નીપજ્યા હતા
અંકલેશ્વર શહેર અને જી.આઈ.ડી.સી.માં તળાવ મારફતે ઉકાઈ જમણા કાંઠાની નહેરનું પાણી સ્ટોર કરી પહોંચાડવામાં આવે છે.જે નહેરમાં અવારનવાર ગંદકી કરવામાં આવતી હોવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે આજરોજ ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા નહેરમાં માછલીઓ તરફડીને દમ તોડતી નજરે પડી હતી.કેમિકલ માફીયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે.આટલું જ નહિ પરંતુ નહેરમાં જે સ્થળે કેમિકલ ઠલવાયું ત્યાં ટેન્કરના ટાયરના નિશાન નજરે પડ્યા હતા.
આ અંગેની જાણ થતા તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરવાની ફરજ પાડી હતી.સાથે જીપીસીબી સહિતની ટીમએ સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી છે.અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા સહિતના આગેવાનો પણ નહેર પર પહોંચ્યા હતા. લોકોના જીવ સાથે ખિલવાડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે.
Latest Stories