અંકલેશ્વર: નીરામાંથી બનતા આરોગ્ય વર્ધક ગોળનું ધૂમ વેચાણ, તમિલનાડુના વેપારીઓએ લગાવી હાટડીઓ !

શિયાળામાં તમિલનાડુની મીઠાસ હવે અંકલેશ્વર પહોંચી છે.તાડના ઝાડના રસમાંથી બનતા ગોળનું અંકલેશ્વરમાં  ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

New Update
Advertisment
  • આરોગ્યવર્ધક શિયાળામાં ગોળનું વેચાણ

  • નીરામાંથી બનતા ગોળનું વેચાણ શરૂ થયું

  • તમિલનાડુના વેપારીઓ અંકલેશ્વરમાં આવ્યા

  • આદુ-મરીના મસાલા યુક્ત ગોળનું પણ વેચાણ

  • સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે આ ગોળ

Advertisment
શિયાળામાં તમિલનાડુની મીઠાસ હવે અંકલેશ્વર પહોંચી છે.તાડના ઝાડના રસમાંથી બનતા ગોળનું અંકલેશ્વરમાં  ધૂમ વેચાણ થઇ રહ્યું છે. તામિલનાડુના મદુરાઇથી 1700 કિમી દૂર 10થી વધુ વ્યાપારીઓએ હાલ અંકલેશ્વરમાં દુકાન લગાવી છે. 
એક તરફ શેરડી માંથી બનતા ગોળની ગુજરાતમાં બોલબાલા છે ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વાસ્થ્ય વર્ધક વ્યંજન ગૃહિણી બનાવે છે.આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવાતો નીરો જેને આરોગ્ય  વર્ધક ગણવામાં આવે તેનો જ ગોળ મળે તો હવે અચરચ પામવા ની જરૂર નથી.દક્ષિણ ભારતના છેવાડે મદુરાઈથી અંદાજે 1700 કિમી દૂર હવે તાડના નીરામાંથી બનતો આરોગ્ય વર્ધક ગોળ અંકલેશ્વરમાં જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર -હાંસોટ રોડ અને અંકલેશ્વર ભરૂચ રોડ પર હાલ તમિલનાડુથી 10થી વધુ નાના ખેડૂત વેપારીનું ગ્રુપ અંકલેશ્વરના માર્ગો પર આ ગોળ નું વેચાણ કરી રહ્યા છે. નીરામાંથી બનેલો સાદો ગોળ, સુગર ફ્રી એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ આરોગી શકે તેવા ગોળનું વેચાણ કરાઈ રહ્યું છે. તો ખાસ કરી ને શિયાળામાં આરોગ્ય માટે ગુણકારી એવા આદુ,અળદ અને કાળામરીના પાવડ મિશ્રિત મસાલા ગોળનું વેચાણ કરી રહ્યા છે.આ અંગે વેપારી શંકરભાઈએ જણાવ્યું હતું કે આ ગોળ સુગર ફ્રી હોવા સાથે શરદી -ખાંસી સહિતના અનેક રોગમાં ગુણકારી છે તો મસાલા ગોળ શિયાળામાં આરોગ્ય વર્ધક છે. 
Latest Stories