અંકલેશ્વર: ભારે વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા, હજારો હેકટર જમીનમાં પાકને ભારે નુકશાન

ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં બમણા ઉત્સાહથી ડાંગરના તરુની વાવણી કરી હતી,પણ ભારે વરસાદને કારણે હજુ ય ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેથી કરીને હજારો હેકટર જમીનમાં પાકને ભારે નુકશાન થયું છે

New Update
અંકલેશ્વરમાં વરસાદે સર્જ્યો વિનાશ 
હજારો હેકટર જમીનમાં ખેતીના પાકને નુકશાન
ખેતરો તળાવ બની ગયા
ડાંગર અને શાકભાજીના પાકને નુકશાન
સરકાર પાસે સહાયની ખેડૂતોની માંગ
અંકલેશ્વર પંથકમાં તાજેતરમાં ખાબકેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં ભરાય ગયેલા વરસાદી પાણીને કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર સહિત હાંસોટ પંથકમાં અતિ ભારે વરસાદને કારણે મોટેભાગના ખેતરોમાં પાણી ભરાય જતા ડાંગર સહીત શાકભાજીની ખેતીને ભારે નુકશાન પહોંચ્યું હતુ.હજુ હમણા વાવણી કરી સારા વરસાદની આશા સેવીને બેઠેલા ધરતીપુત્રોને આકાશી પાણીના કહેરે માથે હાથ દેવાની નોબત સર્જી દીધી છે.
અંકલેશ્વર હાંસોટ પંથકના હજારો હેક્ટરમાં ડાંગરની વાવણી કરનારા ખેડૂતોની હાલત તો ભારે કફોડી બની છે. ઉનાળુ સીઝનમાં ડાંગરની ખેતીમાં માલામાલ બનેલા ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં બમણા ઉત્સાહથી ડાંગરના તરુની વાવણી કરી હતી,પણ ભારે વરસાદને કારણે હજુ ય ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ તરફ શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને પણ વરસાદી પાણીએ નવડાવી દીધા છે.
અંકલેશ્વરના દિવા,તરીયા, બોરભાઠા, સજોદ હરીપરા સહીતના ગામોના શાકભાજી ઉગાડનારા ખેડૂતોને ભારે વરસાદે મોટુ આર્થિક નુકશાન પહોંચાડ્યુ છે. ખેડતો એક્સેપ કરતા જણાવ્યું હતું કે તેઓના ખેતર નજીકથી બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ પસાર થાય છે ત્યારે તેના કારણે તેઓના ખેતરમાંથી પાણીનો નિકાલ અટકી ગયો છે અને પ્રતિવર્ષ આ પ્રમાણે તેઓએ ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે
Latest Stories