New Update
-
અંકલેશ્વર નજીક ફરીવાર ટ્રાફિકજામની પરિસ્થિતિ
-
વાલિયા ચોકડી નજીક 3 કી.મી.લાંબો ટ્રાફિકજામ
-
સુરત તરફ જતી લેનમાં વાહનોની કતાર
-
અનેક વાહનચાલકો અટવાયા
-
ટ્રાફિકજામની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માંગ
અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે લાંબા ટ્રાફિકજામના કારણે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વર નજીક હાઇવે પર દિન પ્રતિદિન ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની રહી છે. નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે.
ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું હતું. સુરત તરફ જતી લેનમાં લગભગ 3 કી.મી.સુધી વાહનોની કતાર લાગી હતી.નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોએ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે કલાકોના કલાકો વિતાવવા પડી રહ્યા છે.ટ્રાફિકજામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા
Latest Stories