New Update
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે પોંકનું વેચાણ
વાની જુવારના પોંકની ઘણી માંગ
ઠેર ઠેર હાટડીઓ શરૂ થઈ
આ વર્ષે પોંકના ભાવમાં થયો વધારો
કમોસમી વરસાદના કારણે પોંકના ભાવમાં વધારો થયો
શિયાળામાં આરોગ્ય માટે ઉત્તમ પોંકની જુના નેશનલ હાઇવે પર અંકલેશ્વરના છાપરા પાટિયાથી લઈ ગડખોલ પાટિયાથી સુધી હાટડી જોવા મળી રહી છે જો કે આ વર્ષે પોંકના ભાવ લોકોને દઝાડી રહ્યા છે
અંકલેશ્વર તાલુકાના જુના કાસિયા સહિતના ગામોમાં પોંક માટે વાનીની ખેતી કરવામાં આવે છે.ચાલુ વર્ષે વધુ વરસાદ થવાથી વાનીનો પાક ઓછો ઉતર્યો છે. પાંચ મહિના સુધી પોંકનું વેચાણ કરવામાં આવે છે.પોંકની વાત કરવામાં આવે તો ચોમાસાના મધ્ય ભાગમાં એટલે કે ઓગસ્ટ મહિનાની આસપાસ પોંક માટેની જુવારનું વાવેતર કરવામાં આવે છે. જે લગભગ દિવાળી પછી એટલે કે નવેમ્બર માસમાં પાક તૈયાર થઈ જતો હોય છે. કુમળા જુવારના ડુંડા તૈયાર થતા જ ખેડૂતો તેને તોડી તેમાંથી પોંક પાડવામાં આવે છે. જૂના નેશનલ હાઇવે પર ગોલ્ડન બ્રિજ પોલીસ ચોકીથી થોડે દૂરથી ગડખોલ પાટિયા સુધીમાં પોંક વેચાણની હાટડી ધમધમતી થઈ છે.ગત વર્ષે 800 રૂપિયે કિલો વેચાતો પોંક ચાલુ વર્ષે વરસાદને લઈ ઓછા પાકની બુમરાણ વચ્ચે ૧ હજાર રૂપિયે કિલો પોંકનું વેચાણ થઇ રહ્યું છે.
ગરમા ગરમ પોંકને છાશ અને લીંબુ મરીની સેવ સાથે પીરસવામાં આવે છે. નર્મદામૈયા બ્રીજથી અંકલેશ્વર સુધી અને નેશનલ હાઇવે નંબર 48 પર ઠેક ઠેકાણે શિયાળાની શરૂઆતથી જ પોંકનું વેચાણ શરૂ થયું છે સ્વાસ્થય પ્રેમીઓ પણ હોસે હોસે પોતાના સ્વાસ્થય માટે ઉત્તમ માનવમાં આવતા પોંકની ખરીદી કરી ચટપટી સેવ સાથે પોંકની લિજ્જત માણી રહ્યા છે.
Latest Stories