અંકલેશ્વર: ઘરકંકાસમાં પતિએ એપાર્ટમેન્ટના 7માં માળેથી મોતની છલાંગ લગાવી કર્યો આપઘાત, CCTV ફૂટેજ બહાર આવ્યા !

ઘર કંકાસમાં પતિએ સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

New Update
  • અંકલેશ્વરનો ચકચારી બનાવ

  • પતિએ આપઘાત કર્યો

  • એપાર્ટમેન્ટના 7માં માળેથી લગાવી મોતની છલાંગ

  • ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

  • બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

Advertisment
અંકલેશ્વરમાં ઘર કંકાસમાં પતિએ સાતમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. 
અંકલેશ્વરમાં જુના નેશનલ હાઇવે નંબર આઠ પર એસ.એ. મોટર્સ નજીક આવેલ સાંઈ ગોલ્ડન રેસિડેન્સીમાં ફ્લેટ નંબર  712માં રહેતા અસલમ હસન શેખનો મોડી રાતે 2 વાગ્યે તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. પતિ-પત્ની વચ્ચેની તકરાર દરમિયાન અસલમ અચાનક મકાનની સાતમા માળની ગેલેરીમાંથી કૂદી પડ્યો હતો. બિલ્ડીંગ પરથી નીચે પટકાયેલા અસલમનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યુ હતું.
બીજી તરફ પતિના અંતિમવાદી પગલા બાદ ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવેલ પત્ની પતિનો મૃતદેહ જોઈ હેબતાઈ જતા તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં પતિ મોતની છલાંગ લગાવતો નજરે પડી રહ્યો છે પતિ પત્ની વચ્ચે કઈ બાબતે તકરાર થઈ હતી તે સહિતની વિગતો મેળવવા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Advertisment
Latest Stories