અંકલેશ્વર: રાજપીપળા ચોકડી નજીકની સોસા.માં વરસાદી કાંસનું પાણી ફરી વળ્યું, સ્થાનિકોને મુશ્કેલી

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સુરમ્યા સોસાયટીમાં વરસાદી કાંંસનું પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

New Update

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકનો બનાવ

સોનમ સુરમ્યા સોસા.માં પાણી ફરી વળ્યું

વરસાદી કાંસનું પાણી ફરી વળ્યું

પ્રદુષિત પાણીના કારણે સ્થાનિકોને મુશ્કેલી

રોગચાળો ફાટી નિકળવાની દહેશત

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સુરમ્યા સોસાયટીમાં વરસાદી કાંંસનું પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંકલેશ્વરમાં વરસાદી કાસનું પાણી ઉભરાવાની અવારનવાર ઘટના સામે આવે છે ત્યારે આવો વધુ એક બનાવ  અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સોસાયટીમાં બન્યો છે.અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ અને ગડખોલ ગામની હદ ધરાવતી સોનમ સુરમ્યા સોસાયટીમાં વરસાદી કાસનું પાણી ફરી વળ્યું હતું. જીઆઇડીસીના વરસાદી પાણીના નિકાલની કાંસનું પાણી સોસાયટીમાં ફરી વળતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તારીખ 12મી ઓક્ટોબરથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે આમ છતાં કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી. કાંંસનું ગંદુ પાણી સોસાયટીમાં ફરી વળતા રોગચાળો ફાટી નિકળવાની  દહેશત છે ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
#Gujarat #CGNews #Ankleshwar #Locals #Society #Rajpipla Chowkdi #Water Logging
Here are a few more articles:
Read the Next Article