New Update
અંકલેશ્વરના ઉદ્યોગોમાં કામદારોની અછત
છઠ પૂજાને લઇ કામદારો વતન જવા રવાના
બિહાર વિધાનસભાની ચૂંટણી પણ કારણભૂત
ઉત્પાદન પર થઇ રહી છે અસર
એક મહિના બાદ કામદારો પરત ફરે એવી શક્યતા
અંકલેશ્વર-પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં હાલ કામદારોની અછત જોવા મળી રહી છે. છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે કામદારોએ વતનની વાટ પકડતા ઉદ્યોગોના ઉત્પાદન પર અસર થઈ રહી છે.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સહિત પાનોલી અમે ઝઘડિયા જીઆઇડીસીમાં હાલ કામદારોની ભારે અછત સર્જાઈ છે. છઠ પૂજાના પાવન અવસરને લઈને ઉત્તરપ્રદેશ અને બિહારના કામદારો મોટી સંખ્યામાં પોતાના વતન પરત ફરી રહ્યા છે.ઉત્તર ભારતના રાજ્યોમાં છઠ પૂજાનું ધાર્મિક મહત્વ વિશેષ હોવાથી દર વર્ષે આ સમયમાં કામદારો વતન તરફ વળતા હોય છે. આ વર્ષે પણ અંકલેશ્વર તથા આસપાસના ઉદ્યોગોમાંથી અંદાજે ત્રણ લાખથી વધુ કામદારો વતનની વાટ પકડી ચૂક્યા છે.વધેલી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે અંકલેશ્વર–સમસ્તીપુર વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડાવવાની પણ વ્યવસ્થા કરી હતી.
આ અંગે ઉદ્યોગપતિઓએ જણાવ્યુ હતુ કે કામદારોની અછતને કારણે અનેક એકમોમાં ઉત્પાદન પર સીધી અસર પડી રહી છે. ખાસ કરીને કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પેકેજિંગ ઉદ્યોગોમાં મજૂરોના અભાવે ઉત્પાદન ધીરે ધીરે ઘટી રહ્યું છે. બિહાર વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ કામદારો આગામી એક મહિના દરમિયાન પરત ફરવાની શક્યતા છે ત્યાં સુધી ઉદ્યોગોમાં કામદારોની અછત રહે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
Latest Stories