અંકલેશ્વર: અલુણાવ્રત પૂર્વે સૂકામેવાના ભાવમાં વધારો, ભાવ 20%,વધ્યા

અલુણા વ્રતના પ્રારંભ પૂર્વે જ બજારોમાં ડ્રાય ફ્રુટના ભાવોમાં  વધારો જોવા મળી રહ્યો છે. ડ્રાય ફ્રુટના ભાવોમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે 

New Update

અલુણા વ્રતના પ્રારંભ પૂર્વે જ બજારોમાં ડ્રાય ફ્રુટના ભાવોમાં  વધારો જોવા મળી રહ્યો છે. ડ્રાય ફ્રુટના ભાવોમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે. 

કુંવારિકાઓના પ્રિય એવા અલુણા વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભાવિનો મનગમતો ભરથાર મેળવવા માટે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે.બાળાઓ મીઠા વિનાનું ભોજન આરોગી ભગવાન ભોળા શંભુને ભજે છે. આ વર્તની ઉજવણી શરુ થાય તે પૂર્વે જ બજારમાં ડ્રાયફ્રુટના ભાવોમાં વધારો જોવા મળ્યો છે.
હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે તેના કારણે મોંઘવારી પણ વધી છે.તો બીજી તરફ  ડ્રાયફ્રુટના ભાવો પણ વધ્યા છે.કાજુ-બદામ અને અંજીર સહિતની વસ્તુઓના ભાવમાં 10થી 20 ટકાનો વધારો થયો છે.જેને કારણે કુંવારિકાઓના માતા પિતાએ મહિનાનું બજેટ ખોરવાયુ છે
Latest Stories