New Update
અંકલેશ્વરમાં આવેલું છે યોગી એસ્ટેટ
એસ્ટેટના નાના ઉદ્યોગકારો પરેશાન
વારંવાર વિજળી બને છે વેરણ
ઉત્પાદન પર પડે કગે અસર
પ્રશ્નના નિરાકરણની માંગ
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ યોગી એસ્ટેટમાં વારંવાર વિજળી વેરણ બનતા નાના ઉદ્યોગકારોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જીતાલી ગામ નજીક યોગી એસ્ટેટ આવેલું છે જેમાં અનેક નાના ઉદ્યોગકારો વ્યવસાય કરે છે પરંતુ અનિયમિત પુરવઠાના કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષ જેટલા સમયગાળા દરમિયાન અનિયમિત વીજ પુરવઠાના કારણે તેઓના ઉત્પાદન પર અસર પડી રહી છે. આ અંગે વેપારીઓ અને ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવતું નથી. વારંવાર વીજકાપ આપવામાં આવે છે અઠવાડિયામાં બે વખત સમગ્ર દિવસ દરમિયાન વીજળી ડુલ થઈ જાય છે જેના કારણે તેઓના વેપાર ધંધા પર અસર પહોંચી રહી છે.
યોગી એસ્ટેટ જીતાલી ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલું છે અને ડીજીવીસીએલની રૂરલ લાઈનમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે જેના પગલે આ સમસ્યા સર્જાય રહી હોવાનું જણાવી રહ્યા છે.આજરોજ વીજ કંપનીના અધિકારીઓ યોગી એસ્ટેટના નિરીક્ષણ અર્થે ગયા હતા જ્યાં વેપારીઓએ તેમને રજૂઆત કરી હતી અને આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે.