અંકલેશ્વર: ઇન્ટરનેશનલ મેરેથોન-૩નું આયોજન, 4 હજાર દોડવીરોએ લીધો ભાગ

અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોન-૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. 

New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન

  • ફ્લેગ ઓફ આપી મેરેથોનનું કરાવાયું પ્રસ્થાન

  • 4 હજાર દોડવીરોએ લીધો ભાગ

  • આગેવાનોએ આપી હાજરી

અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોન-૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત ગટ્ટુ સ્કુલ પાસે આજરોજ સવારે પાંચ વાગ્યાથી 3,5,10 અને 21 કિમિ સુધીના અંતર માટે અંદાજે 4000 જેટલા દોડવીરોએ આ મેરેથોનમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા અને જીલ્લા કલેકટર તુષાર સુમારેએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ મેરેથોનમાં એ.આઈ.ડી.એસ.ના ચેરમેન અશોક પંજવાની,મામલતદાર કરણસિંહ રાજપૂત,લઘુ ભારતી ઉદ્યોગના ભૂતપૂર્વ પ્રમુખ બલદેવ પ્રજાપતિ,બી.ડી.એમ.એ.ના પ્રમુખ દેવાંગ ઠાકોર,ઇન્વેન્ટ ચેરમેન સુભાષ પટેલ,કો-ચેરમેન પારસ પટેલ સહીત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મેરેથોનમાં ગુજરાત ભરમાંથી કેટલાક આંતરરાષ્ટ્રીય દોડવીરોએ પણ ભાગ લીધો હતો.આ મેરેથોનમાં વિજેતાઓને રમતવીરોને ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.
Latest Stories