New Update
જન આરોગ્ય યોજનામાં ગેરરીતિનો મામલો
અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને ફટકારાયો છે દંડ
રૂ.33.44 લાખનો દંડ ફટકારાયો
હોસ્પિટલ પ્રસાસન દ્વારા ખુલાસો રજૂ કરાયો
હોસ્પિટલ સરકારના નિયમ મુજબ કામ કરતો હોવાનો ખુલાસો
જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની ચાર હોસ્પિટલ સામે કાર્યવાહી બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ મામલે દંડ ફટકાવામાં આવ્યો હતો ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો આપવામાં આવ્યો છે
ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો પર તવાઇ આવી છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞોને સાથે રાખી તપાસ હાથ ધરી હતી જેમાં રાજકોટ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરિતી જોવા મળી હતી. આ જોતાં વધુ બે હોસ્પિટલોને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાઇ હતી જ્યારે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યૂમર બોર્ડ સર્ટિફિકેટ (TBC)માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMS સોફટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલી ક્ષતિને ધ્યાનમાં લઈ હાલમાં પ્રી-ઓથની કુલ રૂ.33,44,031નો દંડ ફટકારવામાં આવ્યો હતો
આ બાબતે હવે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ મેનેજમેન્ટનો ખુલાસો સામે આવ્યો છે.આયુષ્યમાન પોર્ટલ પર માન્યતા પ્રાપ્ત તબીબે હોસ્પિટલમાં અચાનક જ આવવાનું બંધ કરી દીધું હતું.વચ્ચેના 12 દિવસ દર્દીઓને અગવડતા ન પડે એ માટે સારવાર ચાલુ રાખવામાં આવી હતી. નવા તબીબની માન્યતા માટે અરજી કરવામાં આવી હતી હોસ્પિટલ સરકારના નિયમ મુજબ જ કામગીરી કરે છે.દર્દીઓના હિતમાં 12 દિવસ સુધી લીધેલ નિર્ણયનો સરકાર સહાનુભૂતિની દ્રષ્ટિએ વિચાર કરે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે
Latest Stories