New Update
-
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલો છે જોગર્સ પાર્ક
-
જોગર્સ પાકને અટલ પાર્ક નામ અપાયું
-
હિન્દૂ સંગઠનોએ શિવાજી પાર્ક નામ આપવા કરી હતી માંગ
-
તંત્ર આવેદનપત્ર પણ પાઠવ્યું હતું
-
પાર્કના નામને લઈ વિવાદ જોવા મળ્યો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જોગર્સ પાર્ક હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે
તાજેતરમાં હિન્દૂ સંગઠન દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જોગર્સ પાર્કને છત્રપતિ શિવાજી પાર્ક નામાભિકરણ માટે લેખિતમાં એક આવેદન પત્ર એસ.ડી.એમ અને નોટીફાઈડ અધિકારીઓને આપ્યું હતું જે બાદ નોટીફાઈડ દ્વારા જોગર્સ પાર્ક ખાતે અટલ પાર્ક નામની તકલી લાગતા જ હિન્દુ સંગઠનો લાલઘૂમ બન્યા છે.
બીજી તરફ એ.આઈ.એ પ્રમુખ હિંમત સેલડિયાએ નોટીફાઈડની બોર્ડ મીટીંગ અને મેનેજીંગ કમિટીમાં જોગર્સ પાર્કનું નામ અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ સહીત પંચદેવ પાર્ક તેમજ કમલમ ગાર્ડનના નામ અંગે અગાઉ નક્કી હોવા સાથે જ ઠરાવ કર્યા હોવાનું જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે રાતોરાત જ ગાર્ડનનું નામ બદલી નાખવામાં આવતા હિંદુ સંગઠનોમાં ભારે રોષ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોગર્સ પાર્કને છત્રપતિ શિવાજી મહારાજનું નામ આપવા હિન્દુ સંગઠનોએ માંગ કરી હતી ત્યારે નામને લઈને ભવિષ્યમાં ભારે વિવાદ જોવા મળશે એ વાત નક્કી છે.
Latest Stories