New Update
ભાદી ગામ ખાતે ચાર પગનો આતંક જોવા મળ્યો
દીપડાની અવર જવર થતાં ગ્રામજનોમાં ફફડાટ
સીમ વિસ્તારમાં દીપડાએ એક બકરીનું મારણ કર્યું
ગાય ઉપર પણ હુમલો કરતા પશુ માલિકમાં ભય
વહેલી તકે દીપડાને પાંજરે પુરવાની માંગ ઉઠી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે દીપડાની અવર જવર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત જુબેર ભાડીગરના ફાર્મ હાઉસ પાસે દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા. જેમાં દીપડાએ એક બકરીનું મારણ કર્યું હતું, જ્યારે એક ગાય ઉપર હુમલો કરતા પશુ માલિકમાં ભય જોવા મળ્યો હતો. અગાઉ પણ ખરોડ અને ભાદી ગામમાંથી વન વિભાગ દ્વારા 5થી વધુ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે ફરી દીપડો દેખાદેતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. પશુમાલિક દ્વારા જાણ કરાતા વહેલી તકે દીપડાને પાંજરે પુરવા વન વિભાગે કવાયત હાથ ધરી છે.
Latest Stories