New Update
-
અંકલેશ્વરના વોર્ડ નં-2માં આવેલી છે સોસાયટી
-
પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખનો છે વોર્ડ
-
ગજાનંદ સોસાયટીમાં સમસ્યા
-
ગટરના ઉભરાતા પાણીના કારણે મુશ્કેલી
-
રોગચાળો ફાટી નીકળવાની દહેશત
-
સમસ્યાના નિરાકરણની માંગ
અંકલેશ્વર નગર સેવાસદનના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખના વોર્ડ નંબર 2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અંકલેશ્વરમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે.તો બીજી તરફ અંકલેશ્વર નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખના વોર્ડ નંબર 2માં આવેલ ગજાનંદ સોસાયટીના રહીશો ઉભરાતી ગટરના પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઉભરાતી ગટરના પ્રશ્ને વારંવાર નગર સેવા સદનમાં રજૂઆત કરવામાં આવી છે. છતાં પરિણામ શૂન્ય છે. ગટરના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે જેના કારણે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાય છે.આ ઉપરાંત દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ સ્થાનિકો દહેશત વ્યક્ત કરી રહ્યા છે. ગટરનું દુષિત પાણી માર્ગ પર ફરી વળતા અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.ત્યારે આ પ્રશ્નના નિરાકરણની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
Latest Stories